Skip to main content

Posts

મૃત પર રોવાની પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની સુન્નત વિષે સહીહ મુસ્લીમની વિરૂધ્ધ સહીહ બુખારી

સહીહ બુખારી અને સહીહ મુસ્લીમ સુન્નીઓની બે સૌથી ભરોસાપાત્ર કિતાબો છે. આ કિતાબ વિશે તેઓ દાવો કરે છે કે તે સહીહ છે (એટલે કે બધી હદીસો આ કિતાબોમાં સહીહ અને ભરોસાપાત્ર છે). આવો આપણે ટુંકમાં જોઈએ કે મુર્દા પર રોવા વિષેની પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ની સુન્નત બાબતે આ બંને કિતાબોનું મંતવ્ય શું છે. પહેલા આપણે સહીહ મુસ્લીમની હદીસ જોઈએ: ઉમ્મે સલમા વર્ણન કરે છે, ‘જ્યારે અબુ સલમાની વફાત થઈ, તો મેં કહ્યું, ‘હું પરદેશમાં એકલી થઈ ગઈ. હું એવી રીતે રડીશ કે તેની ચર્ચા થાય. મેં તેમના પર રડવાની તૈયારી કરી  કર્યું. શહેરના એક ખુણેથી એક સ્ત્રી પણ આવી જે મને રોવામાં મદદ કરવા ઈચ્છતી હતી. તે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પાસેથી પસાર થઈ તો આપ (અ.સ.) એ તેને કહ્યું, ‘શું તમે એમ ઈચ્છો છો કે શયતાનને એ ઘરમાં લાવો જેમાંથી અલ્લાહે તેને બે વખત બહાર કાઢયો છે? તેથી, મેં (ઉમ્મે સલમા) રડવાનું છોડી દીધું અને પછી રડી નહિ. (સહીહ મુસ્લીમ, કિતાબ-4, હદીસ નં. 2007) ઉપરની હદીસમાં પયગમ્બર (સ.અ.વ.) મૃત પર રડવાની મનાઈ કરી કારણ કે તે શયતાનને ઘરમાં દાખલ કરે છે. આવો હવે આપણે બુખારીમાં શું લખ્યું છે તે જોઈએ: અનસ બિન માલીક વર્

મૃત પર રોવા બાબતે ઉમર વિરૂધ્ધ આયેશા

મોહર્રમના આગમન સાથે અઝાદારી અને મૃત પર રોવા વિશે જુઠા પ્રપંચોનું બજાર કહેવાતા સાચા ઈસ્લામના માનવાવાળાઓ દ્વારા શરૂ થઈ જાય છે. જયારે આ મુસલમાનો રોવું કે નહિ તે વિશે શીઆની માન્યતાથી અસંમત છે, તો આવો આપણે તેઓની  બે આદરણીય વ્યક્તિઓ ઉમર અને આયેશાનો મંતવ્ય આ વિષય પર એકમત છે કે નહિ તે જોઈએ. સઈદ બિન મુસય્યબથી વર્ણન છે કે આયેશા તેના પિતાની વફાત પછી તેના પર રડી હતી. જ્યારે આ ખબર ઉમર સુધી પહોંચ્યા તેણે તેની મનાઈ કરી પરંતુ આયેશાએ ખલીફાના હુકમને રદ કર્યો. પછી હિશામ બિન વલીદને હુકમ આપવામાં આવ્યો કે આયેશા પાસે જાય અને મોટા અવાજે રડવાથી રોકે. જેવું સ્ત્રીઓએ હિશામના હુકમનું પાલન કર્યું અને તેણીઓ ઘરમાંથી બહાર નીકળી ત્યારે ઉમરે તેણીઓને સંબોધીને કહ્યું: ‘શું તમે એવું ઈચ્છો છો કે અબુબક્ર પર તમારા રડવાથી અઝાબ થાય? બેશક મૃત પર રડવાથી તેના પર અઝાબ થાય છે. (સહીહ તિરમીઝી, હદીસ નં. 1002) ઉપરના બનાવ પરથી તે તારણ નિકળે છે કે: ૧. અગર પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ખરેખર મૃત પર રડવાની મનાઈ કરી હતી (જેમકે ઉમરે કહ્યું) તો પછી આયેશાએ પયગમ્બર (સ.અ.વ.) ના હુકમનો અનાદાર કર્યો. ૨. તે દલીલ પણ થઈ શકે કે તેણીએ

શું આલે મોહમ્મદ (અ.સ.) ઈજમામાંથી છે? તે બાબતે એક ચર્ચા / વાદ વિવાદ

કેટલાક મુસલમાનો શીઆઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવતી હદીસો અને રિવાયતોને છેવટથીજ રદયો આપી દે છે. તેઓ શીઆઓને ઈજમામાં ગણતા નથી. ઈજમાંથી બહાર ગણે છે અને તેમણે આપેલી દલીલો જુઠી અને બીનભરોસાપાત્ર છે. મુદ્દો શીઆઓનો નથી. મુદ્દો આલે મોહમ્મદ (અ.સ.) બારામાં છે. કારણકે જ્યારે પણ શીઆઓ કોઈ પણ હદીસ આગળ ધરે છે તો તે આલે મોહમ્મદ (અ.સ.) તરફથી હોય છે. માટે, પ્રશ્ન જેનો ઉત્તર મુસલમાનોએ આપવાનો છે તે છે: શું આલે મોહમ્મદ (અ.સ.) ઈજમામાંથી છે? જો તેઓ ઈજમામાંથી છે તો તેઓની હદીસો અને કથનને મુસલમાનોએ દલીલ માનવી જોઈએ, ઓછામાં ઓછુ તેઓએ સુન્ની સ્ત્રોતોમાં તેઓ (અ.સ.)ની નોંધાએલી હદીસોને માન્ય રાખવી જોઈએ. શીઆ અને સુન્ની ઓલમા વચ્ચે એક રસપ્રદ ચર્ચા / વાદ વિવાદ મુનાઝેરો કે શું આલે મોહમ્મદ (અ.સ.) ઈજમામાંથી છે. શૈખ મુફીદ પ્રખ્યાત શીઆ આલીમ અને ધર્મશાસ્ત્રી અને રય (તેહરાન, ઈરાન)ના સનમાનનીય સુન્ની આલીમ સાથે એક ચર્ચા કરી / વાદ વિવાદ મુનાઝેરો કર્યો હતો. શૈખ મુફીદે આલે મોહમ્મદ (અ.સ.)ની હદીસો પર આધારીત એક ફતવો આવ્યો હતો અને તેના પર સુન્ની આલીમનો મત માગ્યો હતો. મુનાઝેરો / વાદ વિવાદ આ મુજબ હતો. સુન્ની આલીમ: અ

શું આશુરા ગમ મનાવવાનો દિવસ છે કે પછી ખુશી મનાવવાનો?

શંકા : 10 મી મોહર્રમનો દિવસ આશુરા છે. મદીનાના યહુદીઓ આ દિવસે રોઝા રાખતા. તે દિવસ કે જ્યારે હ. મુસા (અ.સ.) તેમના માનવાવાળાઓ દરીયાને મોઅજીઝા વડે પાર કર્યો હતો તેથી રસુલે ખુદા (સ.અ.વ.) એ મુસલમાનોને હુકમ કર્યો હતો કે આશુરના દિવસે રોઝો રાખે. જવાબ : આ વાત સહી નથી. સાચી વાત આમ છે: રસુલે ખુદા (સ.અ.વ.) હિજરત કરીને જ્યારે મદીના આવ્યા તો આપે યહુદીઓને 10 મી મોહર્રમના રોઝો રાખતા જોયા. પુછતાછ કરતા એ જાણવા મળ્યુ કે આ શુભ દિવસ છે. આ એ દિવસ છે કે જ્યારે બની ઈસ્રાઈલને તેના દુશ્મન ફીરૌનથી નજાત મળી હતી તેથી હ. મુસા (અ.સ.) આ દિવસે રોઝો રાખ્યો હતો. રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું: કે હું તમારા કરતા મુસાની વધારે યોગ્ય છું. પછી આપે તે દિવસે રોઝા રાખ્યો અને મુસલમાનોને હુકમ કર્યો કે આ દિવસે રોઝો રાખે. (સહીહ બુખારી, ભાગ-3, ઈજીપ્ત પ્રકાશન-54, મીશ્કાત અલ મસાબીહ, દિલ્હી પ્રકાશન-1, 307 હી.સ. પા. 172) મીશકાત અલ મસાબીહમાં તેના કોમેન્ટેટરે લખ્યું છે કે તે બીજો વર્ષ હતો. કારણકે પહેલા વર્ષમાં રસુલે ખુદા (સ.અ.વ.) મદીનામાં આશુરા પછી રબીઉલ અવ્વલમાં આવ્યા હતા. એ વાત ધ્યાનમાં રહે કે યહુદીઓનો પોતાનું ખ

શું ઈમામ હુસૈન (અ.સ.) માટે રડવું ઈસ્લામનો ભાગ છે? ભાગ-૧

શંકા: ઈમામ હુસૈન (અ.સ.)ની યાદમાં રડવું, માતમ કરવું અને અઝાદારી કરવી ઈસ્લામીક અકીદો નથી. આ શહાદત ચોક્કસ દુ:ખદાયક છે પરંતુ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) કોઈ મૃત ઉપર રડવાની મનાઈ કરી છે. જવાબો: અઝાદારી એ માધ્યમ છે જે ખલીફાઓએ એહલેબૈત (અ.મુ.સ.) ઉપર ઝુલ્મો કર્યા હતા તેના પ્રત્યે સહાનુભુતી દર્શાવવાની. આ બાબતે એહલેસુન્નતના ઈમામ ફખરૂદીન રાઝીની વાત નોંધપાત્ર છે: ‘તે વાત નક્કી છે કે જે કોઈ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની મહોબ્બત સાથે મરે તે શહીદ મરશે.’ (તફસીરે કબીર, ભાગ-7, પા. 390) કિતાબ અલ બિદાયહ વન્નીહાયહ, ભાગ-4. પા. 45 (બૈત પ્રકાશન) માં છે કે: અબુ હુરૈરહ નકલ કરે છે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) શહીદોની કબ્રો ઉપર દર વર્ષે જતા હતા. જ્યારે આપ (સ.અ.વ.) પહાડોમાં દાખલ થતા તો આ રીતે ફરમાવતા: ‘અસ્સલામો અલય્કુમ બેમા સબરતુમ’ એટલેકે ‘સલામ થાય આપના ઉપર જે કાંઈ તમોએ સબ્ર કરી તેના લીધે.’ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પછી હ. અબુબક્ર પણ દર વર્ષે આવતા અને તેના પછી હ. ઉમર પણ આમ જ કરતા અને હ. ઉસ્માને પણ આમ કર્યું છે.’ કિતાબ અલ બિદાયહ વન્નીહાયહ, ભાગ-6, પા. 360 માં છે કે: ‘હ. ઉમરે કહ્યું: જ્યારે હું સુર્યોદયના

સૈયદુશ્શોહદા કોણ છે?

કેટલાક કહેવાતા મુસલમાનો, તેમના સ્વભાવ પ્રમાણે, એહલેબૈત (અ.મુ.સ.)ના દરેક સદગુણને રદીયો આપવા ઉતાવળ કરે છે. ત્યારે તેમાં સૌથી વધુ પ્રચલિત હોય તેવા કોઈ સદગુણને તદ્દન રદ કરી શકતા નથી તો પછી તેઓ ‘જો સમજાવી ન શકો તો ગુંચવી નાખો’ના સિધ્ધાંતનો સહારો લે છે. આવો જ એક સદગુણ ઈ. હુસૈન બીન અલી (અ.સ.)થી સંબંધિત છે જેને તેઓ સૈયદુશ્શોહદાના બદલે માત્ર સૈયદ તરીકે સંબોધે છે. આ કહેવાતા મુસલમાનો માટે એ ગમતી વાત નથી કે ઈમામ હુસૈન (અ.સ.)ને સૈયદુશ્શોહદા તરીકે સંબોધન કરવામાં આવે. તેથી તેઓ એવી વ્યકિતઓને તલાશ કરે છે જેઓ આ વિશેષણતા (સૈયદુશ્શોહદા)થી સંબંધિત હોય. જેથી ઈમામ હુસૈન (અ.સ.)ની મહત્તાને નકારી શકાય અથવા ઓછામાં ઓછું તેમની મહાનતા, સદગુણો અને શહીદીને ઘટાડી શકાય. તેઓએ ઈતિહાસમાંથી આવી એક વ્યકિતને શોધી છે જેનું નામ હઝરત હમઝા બીન અબ્દુલ મુત્તલીબ છે, જે પયગમ્બર (સ.અ.વ.)ના કાકા હતા. હઝરત હમઝા બીન અબ્દુલ મુત્તલીબનું ઈસ્લામમાં સ્થાન: હઝરતે હમઝાની શુરવીરતા, ઈસ્લામ માટે કુરબાની અને ઈસ્લામની મદદ અંગે કોઈ શંકા નથી. જંગે ઓહદમાં અલ્લાહની રાહમાં સર્વશ્રેષ્ઠ કુરબાની માટે તેમને સૈયદુશ્શોહદાનો લકબ આપવામાં આવ્યો તેમની શહાદતે પય